કીમ પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૬/૦૫/ર૦ર૧ના રોજ પ્રભુનગર-૦૨, મૂળદગામ, ઓલપાડમાં રહેતા (મૂળવતન:માંડવા ગામ, તા:ઢસા, જિ:અમરેલી) અશોકભાઈ સોલંકીના ૧૫ વર્ષીય પુત્રી અસ્મિતાબેનની અપહરણ થયાની ફરિયાદ નોંધાઈ છે.
તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉં વર્ણના, ઉંચાઈ ૪.૭ ફૂટ છે. તેમણે શરીરે કાળા કલરનો પંજાબી ડ્રેસ પહેર્યો છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા કીમ પોલિસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500