સુરતના પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે આવેલ પ્રિયંકા ગ્રીનસિટી સોસાયટીમાં રહેતા પરપ્રાંતીય પરિવારની 18 વર્ષીય યુવતી ધોરણ-12માં અભ્યાસ કરે છે. જે ગત તા.10 ઓકટોબરના રોજ બપોરના સમયે દાદી સાથે ઘરના ઓટલા ઉપર કપડાં સૂકવી રહી હતી. તે સમયે માથાભારે યુવક રાહુલ રતનસિંગ રાજપૂત (રહે.કડોદરા) ત્યાં આવ્યો હતો અને યુવતીના હાથમાંથી પ્લાસ્ટિકનું ટબ ખેંચી નીચે નાંખી દીધું હતું અને અપશબ્દો બોલવા લાગ્યો હતો. તે સમયે યુવતીની માતા ત્યાં આવી પહોંચતા આ માથાભારે યુવકે તેને પણ અપશબ્દો બોલી ધમકી આપી જતો રહયો હતો.
અગાઉ પણ આ માથાભારે યુવક યુવતીનો પીછો કરી તેની છેડતી કરી હેરાન કરતો હતો અને પરિવારજનો આ અંગે કહેવા જતાં તેને ધમકી આપતો હતો. એટલું જ નહીં થોડા દિવસ અગાઉ પણ આ માથાભારે યુવક સોસાયટીમાં તલવાર લઈ યુવતીના ઘરે પહોંચી પરિવારજનોને ધમકી આપી હતી. જેથી યુવતીના પરિવારજનોએ કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આ યુવકની અટક કરી હતી. ત્યારબાદ જેલમાંથી બહાર આવતા જ ફરી યુવતીને હેરાન કરવાનું શરૂ કરતાં યુવતીએ કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરી ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application