અમરોલી ગુજરાત હાઉસીંગ બોર્ડ રિલાયન્સ નગર સોસાયટીમાં આવેલ પ્રમુખ ક્રિયેશન નામના ખાતામાં ત્રાટકેલા 6 જેટલા તસ્કરો લેડીઝ ડ્રેસ મટીરીયલ, સ્ટોન તેમજ હોટફિક્સ મશીન મળી કુલ રૂપિયા 2.43 લાખના મતાની ચોરી કરી રીક્ષામાં બેસી ફરાર થઈ ગયા હતા.
બનાવની વિગત એવી છે કે, અમરોલી છાપરાભાઠા રોડ સ્ટાર ગેલેક્ષી એપાર્ટમેન્ટમાં રહેતા હિમતભાઈ બચુભાઈ પાંડવના અમરોલી ગુજરાત હાઉસીંગ બોર્ડ રિલાયન્સ નગર સોસાયટીમાં આવેલા પ્રમુખ ક્રિયેશન નામના ખાતામાં ગત તા.8મીના રવિવારેના રાત્રેના 2 વાગ્યાથી સાડા 3 વાગ્યાના સમયગાળામાં 6 જેટલા તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ હિંમતભાઈના ખાતામાં મુખ્ય દરવાજાનું તાળુ તોડી અંદર ઘુસ્યા હતા અને ખાતામાંથી તૈયાર લેડીઝ ડ્રેસ મટીરીયલ નંગ-240 જેની કિંમત રૂપિયા 1,84,800/-નાની પ્લાસ્ટીકની સ્ટોન ભરેલ થેલી જેની કિંમત રૂપિયા 22,500/- અને 20 મોટી પ્લાસ્ટીકની સ્ટોન ભરેલ થેલી જેની કિંમત રૂપિયા 15,800/- તથા હોટફિક્સ મશીન જેની કિંમત રૂપિયા 20,000/- મળી કુલ રૂપિયા 2,43,100/-ના મતાની ચોરી કરી રીક્ષામાં બેસી નાસી ગયા હતા. પોલીસે હિંમતભાઈની ફરિયાદ લઈ આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500