સુરત એલસીબી પોલીસ ટીમને મળેલ બાતમીના આધારે, મુંબઈ તરફથી એક આઈસર ટેમ્પો નંબર એમએચ/11/એએલ/2724માં વિદેશી દારૂનો જથ્થો ભરી વલસાડ, નવસારી, સુરતથી લઈ અમદાવાદ તરફ લઈ જવાતો હોવાની બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે સમયે બાતમીવાળો ટેમ્પો આવતા પોલીસે ટેમ્પો ચાલકને ઈસારો કરી ટેમ્પો ચાલકે ટેમ્પો ઉભો રાખ્યો હતો. પોલીસે ટેમ્પો ચાલક અને કલીનરની પૂછપરચ કરી ટેમ્પોની તપાસ હાથ ધરતા પાછળના ભાગે મોટી માત્રામાં મુકેલો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
પોલીસ તપાસમાં આઈસર ટેમ્પોમાંથી વિદેશી દારૂની કુલ 13656 બોટલો મળી આવી હતી જેની કીંમત રૂપિયા 19.56 લાખ હતી તેમજ આઈસર ટેમ્પો તથા 2 નંગ મોબઈલ મળી કુલ રૂપિયા 29,64,900/-નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે ટેમ્પોનો ચાલક લક્ષ્મણ સવજી રબારી તથા ગોવિંદભાઈ જવાનજીભાઈ રબારી (બંને રહે.રાજસ્થાન) નાઓની પ્રોહી. એક્ટ હેઠળ ધરપકડ કરી હતી અને વિદેશી દારૂનો જથ્થો ભરી મોકલનાર રમેશ બિશનોઈ (રહે.ગોવા) તેમજ વિદેશી દારૂનો જથ્થો પનવેલ સુધી આપવા આવનાર રમેશ નામના ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરીને પોલીસને બંનેને વોન્ડેટ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500