Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત : ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવેલ અરજદારે પાર્ક કરેલ કાર ઉપર કાર ચડાવી

  • August 04, 2021 

સુરત પાલ સ્થિત આરટીઓના ડ્રાઇવિંગ ટ્રેક પર ટેસ્ટ આપવા આવેલાં એક અરજદારે ટેસ્ટ પહેલાં જ કાર કચેરીના કેમ્પસમાં પાર્ક થયેલી કાર ઉપર ચડાવી દીધી હતી.

 

 

 

સુત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે, આ શીખાઉ અરજદારે અકસ્માતને કારણે કારની ટેસ્ટ આપવામાંથી બાકાત રહી ગયો છે. પરંતુ આ અકસ્માતને કારણે ઓડી અને ટેસ્ટ માટે મેળવાયેલી અલ્ટો કારણે મોટુ નુકશાન થયું છે. ઓડી કાર આરટીઓ કચેરીએ બાકી ટેક્સની વસૂલાત માટે કબજે લઇને કેમ્પસમાં પાર્ક કરી હતી. ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવેલા અરજદારે અન્ય અરજદાર પાસે વિનંતી કરીને કાર મેળવી હતી. આ અકસ્માતને કારણે કાર લઇને આવેલાં અરજદાર પણ ડ્રાઇવિંગ ટ્રેક પર ટેસ્ટ આપી શકે તેવી સ્થિતિમાં નથી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application