સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં ચલથાણ ગામે આવેલ ભરત નગરમાં વધુ એક યુવકે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી કેક કાપતો વિડીયો વાઇરલ થયો છે અને જાહેરમાં બર્થડે પાર્ટી ઉજવી કરી જાહેરનામાનો ભંગ કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા પોલીસ સ્ટેશનની હદમાં થોડા દિવસો અગાઉ જ એક લિસ્ટેડ બુટલેગરે જાહેરમાં કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરી કોરોના મહામારીની ગાઈડ લાઇનનો ભંગ કર્યો હતો. જ્યારે બીજી તરફ વરેલીમાં પણ એક યુવાને વ્યક્તિઓ ભેગા કરી જન્મ દિવસની ઉજવણી કરી સોશ્યલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાડયા હતા. જે વાતને હજુ માંડ માંડ 10 થી 12 દિવસો થયા છે ત્યાં તો ફરી પાછો એક નવો કિસ્સો સામે આવ્યો. ચલથાણ ગામે આવેલ ભરત નગરમાં રહેતા યુવકે રાત્રિના સમયે માણસો ભેગા કરી જાહેરમાં કેક કાપી જન્મ દિવસની ઉજવણી કરતો વિડીયો વાઇરલ થયો હતો. જાહેરમાં બર્થડે કેક કાપવા સમયે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખ્યું ન હતું સાથે માસ્ક પણ પહેર્યા ન હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application