સુરત મહાનગરપાલિકામાં બેલદારની નોકરી મેળવાના કૌભાંડમાં ગુનો દાખલ થયા બાદ પોલીસે અગાઉ ચાર આરોપીઓની ધરપકડ કર્યા બાદ વધુ ઍક આરોપીની ધરપકડ કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત મહાનગરપાલિકામાં દ્વારા બહાર પાડવામાં આવેલ બેલદારની ભરતીમાં પાંચ આરોપીઓએ નિયત કરેલ શૈક્ષણિક લાયકાત કરતા ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતા હોવાનુ છુપાવી નોકરી મેળવી હતી. સમગ્ર કૌભાડ બહાર આવતા આ મામલે પાલિકા દ્વારા ગત તા.૧૯મીના રોજ પાંચ સામે ફરિયાદ નોધાવી હતી. બનાવ અંગે પોલીસે ગુનો દાખલ કર્યા બાદ આશિષકુમાર ઈશ્વર પટેલ (ઉ.વ.૩૪.રહે,પારસી ફળીયુ ખજાદગામ)ની ધરપકડ કરી હતી આ પહેલા પોલીસે આ કેસમાં નિતિનકુમાર સન્મુખલાલ પટેલ, વૈભવકુમાર હસમુખભાઇ પટેલ, રીચીકુમાર મહેશભાઇ પટેલ અને અંકિતાબેન ભરતભાઇ આહીરની ધરપકડ કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application