Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કીડની વેચવાથી રૂપિયા ૪ કરોડ મળશે કહી ઠગાઈ કરતી ટોળકીના વધુ એક આફ્રિકન સાગરીતની ધરપકડ

  • October 05, 2021 

દેશની ૪૦ જેટલી નામાંકિત હોસ્પિટલોના નામની ફેક વેબસાઈટ બનાવી તેમાં કીડની સેલ કરવાથી ચાર કરોડથી સાત કરોડ રૂપિયા મેળશે તેવી લોભામણી જાહેરાત કરી નાનપુરાના કાર દલાલને વિશ્વાસમાં લઈ ટુકડે-ટુકડે કરી કુલ રૂપિયા ૧૪.૭૮ લાખ ખંખેરી લેનાર ટોળકીના આગઉ ત્રણ નાઈઝેરિયનને ઝડપી પાડ્યા બાદ તેમને બેન્ક એકાઉન્ટ પ્રોવાઈટ કરનાર આફ્રિકન સાગરીતને બેંગ્લોર ખાતેથી ઝડપી પાડ્યો છે.

 

 

 

 

 

સાયબર ક્રાઈમના જણાવ્યા મુજબ, નાનપુરા હબીબશા મહોલ્લોમાં રહેતા અને કાર દલાલીનું કામ કરતા અરબાઝ સેહબાઝ રાણાએ તેની બહેનના લગનમાં ખર્ચ કરતા દેવુ થઈ ગયું હતું. જેથી અરબાઝે ઓગસ્ટ-૨૦૨૦માં કિડની વેચવાની વિચાર કરી ગૂગલમાં સેલ કિડની મની સર્ચ કયું હતું. જેમાં એક વેબસાઈટમા ક્લીક કરતા ડો.શિલ્પા કુમારનું નામ અને મોબાઈલ નંબર હતો તેની સાથે બેંગ્લોરની મનીપાલ હોસ્પિટલનો ફોટો પણ હતો. અરબાઝે ફોન કરતા કટ થઈ ગયો હતો. થોડાવારમાં સામેથી વોટ્સઅપ કોલ કરી માહિતી મેળવી હોસ્પિટલનો આઈકાર્ડ બતાવી રજીસ્ટ્રેશન પેટે ૧૦ હજાર ભરાવી ધી બોર્ડ ઓપ નેફ્રોલોજી એક્ઝામીન વીથનેશનલ કિડની ફેડરેશન સર્ટિફિકેટ મોકલી વિશ્વાસમાં લીધો હતો. ત્યારબાદ ખાતામાં બે કરોડ આવશે કહી ટ્રાન્સફર ફી પેટે રૂપિયા ૩૫ હજાર પડાવ્યા હતા બીજા દિવસે આરબીઆઈ આઈડી પરથી મેઈલ કરી ૨ કરોડ જમા થઈ ગયા હોવાનું કહી ટુકડે-ટુકડે કરી રૂપિયા ૧૪,૭૮,૪૦૦/- ખંખેરી લીધા હતા જોકે આટલી મોટી રકમ જમા કરાવ્યા પછી પણ બે કરોડ જમા નહી થતા અરબાઝ બેંગ્લોરની હોસ્પિટલમાં તપાસ કરવા માટે ગયો હતો ત્યારે તેની સાથે ઠગાઈ કરવામાં આવી હોવાનો ખ્યાલ આવતા ફરિયાદ નોંધાવી હતી. સાયબર ક્રાઈમે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી આ કેસમાં સાયબર ક્રાઈમની ટીમે ટોટી ડેગો ગ્રેગોરી કૌફડુ ટોટી ઓગસ્ટિન (ઉ.વ.૩૩,રહે.નારાયન્નપ્પા લેઆઉટસ વિગ્રોનગર બેંગ્લોર, મૂળ.પ્રશ્વિમ આફિકા) અને  ટીકેન્દ્રજીત ધીરેનચંદ્રા બોરો (રહે. બેંગ્લોર) અને ગ્રોગોરીને ઝડપી પાડ્યા બાદ ગતરોજ તેમને બેન્ક એકાઉન્ટ પ્રોવાઈટ કરનાર આફ્કિન પૌલ કેમેરા પેટેરને બેંગ્લોર ખાતેથી ઝડપી પાડ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application