સુરત જિલ્લા એસ.ઓ.જી સ્ટાફના માણસોને મળેલ બાતમીના આધારે સુરત જિલ્લાના કામરેજ તાલુકાનાં ખોલવડ ગામેથી એક 63 વર્ષના વૃદ્ધ ને દેશી બનાવટની રિવોલ્વર સાથે ઝડપી પાડ્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચના જગદીશભાઈ કામરાજભાઈ તેમજ રોહિતભાઈ બાબુભાઇ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીના આધારે, ખોલવડ ગામની સીમમાં પાસોદરા પાટિયાથી ખોલવડ જતા રોડ પર આવેલ તોરણ રેસિડેન્સી પાસેના બિલ્ડિંગ નંબર-Bના ફ્લેટ નંબર-202માં રહેતા ઈસમ પાસે દેશી બનાવટનો તમંચો રાખેલ છે જે બાતમી આધારે પોલિસે રેડ કરતા બાતમી વાળા સ્થળેથી મૂળ ભાવનગર જિલ્લાના ગારીયાધર તાલુકાના વેળાવદર ગામના અને હાલ બાતમી વાળા સ્થળે રહેતા 63 વર્ષીય જીવણભાઈ પ્રગજીભાઈ ધાનાણી નાઓની અટકાયત કરી તપાસ હાથ ધરતા તેઓ પાસેથી દેશી બનાવટનો તમંચો મળી આવ્યો હતો પોલિસે આ 3000 હજારની કિંમતનો તમંચાને કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application