Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

હાઈવે ક્રોસ કરતા વૃદ્ધને ટેમ્પોએ ટક્કર મારતા મોત

  • August 30, 2021 

કામરેજ તાલુકાના કઠોદરા ગામના કોળીવાડ ફળિયામાં રહેતા ભીખાભાઈ રણછોડભાઈ ભાલીયા (ઉ.વ.75) જે ગતરોજ બપોરના સમયે કડોદરાથી કામરેજ જતા હાઈવે પર કઠોદરા પાટીયા પાસે હાઈવે ક્રોસ કરી રહ્યા હતા. તે સમય દરમિયાન કડોદરા તરફથી પુરઝડપે આવતો એક આઈસર ટેમ્પો નંબર જીજે/04/એક્ષ્સ/6722ના ચાલકે વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધ હાઈવે પર પટકાઈ જતા તેમને માથામાં ભાગે ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું હતું જયારે આ અકસ્માત સર્જી ટેમ્પો ચાલક ટેમ્પો સ્થળ ઉપર મૂકી ભાગી ગયો હતો અને ઘટનની જાણ થતા કઠોદરા ગામના લોકો દોડી આવ્યા હતા. બનાવ અંગે ભીખાભાઈના પુત્રએ ટેમ્પો ચાલક વિરુદ્ધ કામરેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.     


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application