Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

રોડ ક્રોસ કરી રહેલ વૃદ્ધનું વાહન અડફેટે આવતાં મોત

  • November 22, 2021 

સુરતનાં કામરેજ તાલુકાનાં નવી પારડી ગામની સીમમાં કામરેજ સુગર ફેકટરી નજીક રોડ ક્રોસ કરી રહેલ વૃદ્ધને કોઈ અજાણ્યા વાહન ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજનાં નવી પારડી ગામ ખાતે મસ્જિદ ફળિયામાં રહેતા નરદેશ્વરસિંગ ઓમકારસિંગ રાજપૂત (ઉ.વ.65) કે જેઓ ગતરોજ રાત્રિના 9:30 વાગ્યાનાં અરસામાં નવીપારડી ગામની સીમમાં કામરેજ સુગર ફેકટરી નજીક નેશનલ હાઈવે નંબર-48 ઉપર રોડ ક્રોસ કરી રહ્યા હતા.







તે સમયે પૂરઝડપે હંકારી આવેલ કોઈ અજાણ્યા વાહન ચાલકે વૃદ્ધને અડફેટે લઈ ભાગી છૂટ્યો હતો જયારે સર્જાયેલા અકસ્માતમાં નરદેશ્વરસિંગને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. બનાવ અંગે કામરેજ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application