સુરતના કોસંબા પોલીસ સ્ટેશનની પાલોદ આઉટ પોસ્ટની સરકારી બોલેરો પીસીઆર વાન ગત તા.31મી ઓક્ટોબરના રોજ સાંજે સાડા સાત વાગ્યાના અરસામાં અમદાવાદથી મુંબઈ તરફના નેશનલ હાઇવે પર સિયાલજ ગામની સીમમાં હોટલ બાલવાસ તથા હોટલ તુલસીની વચ્ચેના ભાગમાંથી પસાર થઇ રહ્યા હતા. તે સમયે પાછળથી આવતા ટેન્કર નંબર જીજે/25/યુ/3082નાં ચાલકે સરકારી મોબાઇલને ટક્કર મારી દેતા સરકારી મોબાઈલ વાન પલટી મારી ગઇ હતી. જેમાં ડ્રાઇવર જશવંતભાઈ પોલીસ કોન્સ્ટેબલ ધર્મેશભાઈ તેમજ અન્ય એક પોલીસને મળી કુલ 3 પોલીસ કર્મીઓ સવાર હોય. તેમનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. અકસ્માત થતા ટેન્કર ચાલક ટેન્કરને ઘટના સ્થળ પર મૂકી ભાગી છૂટ્યો હતો. બનાવ અંગે મોબાઈલ વાનના ડ્રાઇવર જશવંતભાઈએ કોસંબા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application