નર્મદ યુનિવર્સિટી સંલગ્ન ગ્રેજયુએટ કોલેજોમાં હજુ છઠ્ઠા સેમેસ્ટરની પરીક્ષાઓ બાકી છે કે પછી પરિણામ બાકી છે. તેમછતા વિદ્યાર્થીઓના હિતમાં નર્મદ યુનિવર્સિટી દ્વારા પહેલા બીયુટીમાં અને ત્યારબાદ એકેડમીકમાં અનુસ્નાતક કક્ષાએ પ્રવેશ પ્રકિયા શરૃ કરી દેવાનો નિર્ણય લેવાતા સંભવત આગામી સોમવારથી પી.જી.માં મેરિટના આધારે પ્રવેશ પ્રકિયા શરૂ કરાશે.
નર્મદ યુનિવર્સિટી ખાતે સવારે બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચીંગની બેઠક મળી હતી. બેઠકમાં થયેલી ચર્ચા મુજબ અન્ય યુનિવર્સિટીઓમાં પી.જી કોર્સ માટે પ્રવેશ પ્રકિયાનો આરંભ થઇ ગયો હોવાથી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ રાહ જોઇ રહ્યા હોવાથી પ્રવેશ પ્રકિયા શરૂ કરવા વિચારણા કરાઇ હતી. ખાસ કરીને હજુ સુધી યુનિવર્સિટીના છઠ્ઠા સેમેસ્ટરના પરિણામો જાહેર થયા નથી. તો કેવી રીતે પ્રવેશ પ્રકિયા હાથ ધરી શકાઇ. આ માટે ચર્ચા વિચારણાના અંતે જે 1 થી 4 સેમેસ્ટરના 50 અને 5માં સેમેસ્ટરના 50 એમ 100 ટકા મેરિટ ગણીને પી.જી.માં પ્રવેશ આપવાનું નક્કી કરાયુ હતુ.
વિદ્યાર્થીઓએ ફોર્મ ભર્યા બાદ જો છઠ્ઠા સેમેસ્ટરમાં નાપાસ જાહેર થાય કે પછી પાસ જાહેર થયા પછી પણ પ્રવેશપાત્રતા ન થાય તો પ્રવેશ આપોઆપ રદ્ થઇ જશે. આ નિર્ણય લેવાયા બાદ બપોરે મળેલી એકેડમીક કાઉન્સીલની બેઠકમાં ચર્ચા વિચારણાના બીયુટીના નિર્ણયને લીલીઝંડી આપી દેવાઇ હતી. આથી આગામી સંભવત આગામી સોમવાર થી પી.જી.માં પ્રવેશ પ્રકિયાનો આરંભ થઇ જશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500