બારડોલી તાલુકાનાં અસ્તાન ગામની સીમમાંથી પસાર થતી નહેર નજીકથી બારડોલી પોલીસે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. બુટલેગરો વિદેશી દારૂનું કાર્ટિંગ કરી રહયા હતા તે સમયે પોલીસે રેઈડ કરતાં બુટલેગરો ત્યાંથી ભાગી છૂટ્યા હતા. પોલીસે કુલ રૂપિયા 56,400/-નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, બારડોલી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે, અસ્તાન ગામની સીમમાં દિવ્યદર્શન સોસાયટીની પાછળના ભાગે આવેલ ખેતર તરફ જવાના રસ્તા ઉપર નહેર નજીક જાહેરમાં 3 બુટલેગરો વિદેશી દારૂનો જથ્થો ઉતાર્યો છે અને તેઓ આ વિદેશી દારૂને સગેવગે કરવાના છે જે બાતમીના આધારે, પોલીસે બાતમીવાળી જગ્યાએ રેઈડ કરી હતી. તે સમયે ઘટના સ્થળેથી બુટલેગરો પોલીસની રેઈડ જોઈ ભાગી છૂટ્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂની 204 બાટલી મળી આવી હતી જેની કીંમત રૂપિયા 26,400/- તથા એક નંબર વગરની એક્ટિવા કિંમત જેની કીંમત 30 હજાર આમ કુલ મળી રૂપિયા 56,400/-નો મુદ્દામાલ કબ્જે કરી આકાશ ઉર્ફે ડબલ રાજુભાઇ ઉર્ફે રાજુ ખાનદેશી રાજપૂત (રહે.માતા ફળિયું, બારડોલી), વિક્કી (રહે.બારડોલી) તેમજ રાહુલ (રહે.માતા ફળિયું,બારડોલી) વિરુદ્ધ ગુનો નોંધી ત્રણેયને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500