સુરત શહેરના મોટા વરાછા વિસ્તારમાં રહેતા અને પાનનો ગલ્લો ચલાવતા યુવક પાસેથી તેના મિત્રએ તેની હુન્ડાઈ કંપનીના આઈ-20 ગાડી રોજના 1500 અને મહિને 45 હજાર ભાડે પેટે આપવાનું કહી લીધા બાદ ભાડુ કે ગાડી પરત નહી આપી છેતરપિંડી કરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોટા વરાછા યમુના ચોક રાજહંસ રો-હાઉસમાં રહેતા જીગ્નેશ ઘનશ્યામભાઈ પટેલ (ઉ.વ.36) મોટા વરાછામાં તાપી આર્કેડમાં ભોલે પાનના નામથી પાનપાર્લર ચલાવે છે. જીગ્નેશભાઈએ પોતાના અંગત વપરાશ માટે ઓક્ટોબર માસમાં બારડોલી ખાતેથી હુન્ડાઈ કંપનીની આઈ-20 ગાડ઼ી લીધી હતી. જીગ્નેશભાઈએ પાસેથી એપ્રિલ મહિનામાં તેના મિત્ર હિતેશ જગદીશ ખુટ (રહે.તિરુપતી સોસાયટી,યોગીચોક,સરથાણા)એ ગાડી ભાડે ચલાવવા માટે આપવાની વાત કરી હતી અને રોજનું ભાડુ રૂપિયા 1500 એટલે મહિને રૂપિયા 45 હજાર ભાડા પેટે આપશે હોવાનુ જણાવ્યુ પાર્લર પર આવી ગાડી લઈ ગયો હતો.
હિતેશ ખુંટે આ ગાડી તેના મિત્ર લાલજી બગદરીયા (રહે.ભોજાવદર ભાવનગર) ને ભાડેથી ચલાવવા આપી હતી. મહિના બાદ જીગ્નેશભાઈએ ફોન કરી ભાડુ માંગતા હિતેશે ભાડુ અને ગાડી આપી દેવાની વાત કરી હતી. પરંતુ પૈસા કે ગાડી આપવા આપ્યો ન હતો અને ત્યારબાદ જીગ્નેશભાઈએ ફોન પણ ઉપાડવાના બંધ કરી છેતરપિંડી કરી હતી. પોલીસે જીગ્નેશભાઈને ફરિયાદ લઈ હિતેશ ખુંટ સામે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500