સુરતના વરાછામા માથાભારે તત્વો ફરી ઊભા થઈ રહ્યા છે. ભુરી ડોન ગેંગના આંતક વચ્ચે તેમના જ કથિત સાગરીતો દ્વારા મસાજ પાર્લરમાં ઘુસીને લુંટ ચલાવવામા આવી હોવાનું સામે આવ્યું છે. પાચેક માથાભારે શખ્સોએ મસાજ પાર્લરની દુકાનમા ઘુસી છરી બતાવી મોબાઈલ અને રોકડ ૧૪ હજારની લૂટ ચલાવી હતી. જેથી પોલીસે સીસીટીવીના આધારે પાચ શખ્સો સામે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પાર્લરના વિશ્વરૂપ વરુણ એ પોલીસને આપેલી ફરિયાદમાં કહ્યું કે, મસાજ પાર્લર તેઓ દોઢ વર્ષથી ચલાવી રહ્યા છે. મંગળવારની સાંજે અચાનક એક મહિલા અને એની સાથે એક યુવક દુકાનમાં ઘુસી આવ્યા હતા. ત્યારબાદ રૂપિયાની માંગણી કરી ગંદી ગાળો દેવા લાગી હતી. એટલુ જ નહીં પણ પાર્લર ચલાવવું હોય તો પૈસા તો આપવા જ પડશે એમ કહી ધમકાવવા લાગી હતી. બાદમાં અન્ય પાચેક શખ્સો ઘુસી આવ્યા હતા. જેમણે મોબાઈલની સાથે રોકડા રૂપિયાની લૂટ ચલાવી ધમકી આપી હતી. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી. જેમા સીસીટીવીના આધારે નાનો ભરવાર, રવી ગોસાઈ, રાહુલ ઘોદો તથા અભીબાવા અને દિલીપ દરબાર દ્વારા લુંટ ચલાવી ભાગ બટાઈ કરવામા આવી હોવાથી તમામ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, કથિત રીતે આરોપીઓ ભૂરી ગેંગના સાગરિતો છે. અગાઉ પણ ભૂરી ડોન નામની યુવતી સામે ખડણી સહિતની અનેક ફરિયાદો નોંધાઈ ચૂકી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500