Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઠગાઈ કર્યા બાદ ઓપરેટર પોલીસથી બચવા ગુજારવા લાગ્યો સાધુ જીવન

  • August 14, 2021 

સુરતના વરાછામાં સન 1995માં ટીવી, વિડીયો અને કેસેટો મળી કુલ રૂપિયા 12 હજારના મતાની ચીજવસ્તુ ભાડે આપવાને બહાને લઈ ગયા બાદ ઓપરેટેરે પરત નહી આપી ઠગાઈ કરી હતી. ઠગાઈ કર્યા બાદ ઓપરેટરે પોલીસથી બચવા માટે નામ બદલી સાધુ બની જીવન જીવવા લાગી રાજયના અલગ-અલગ મંદિરોમાં રહેવા લાગ્યો હતો. પરંતુ ક્રાઈમ બ્રાન્ચે નાસતા-ફરતા ઓપરેટરને 26 વર્ષ બાદ તેના ભાવનગરના વતનથી ઝડપી પાડવામાં સફળતા મળી હતી.

 

 

 

 

 

 

ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, વરાછા બરોડા પિસ્ટિજ પાછળ લુંગીવાળાની ચાલમાં રહેતા મનજીભાઈ પરષોત્તમભાઈ પટેલ ટી.વી, વિડીયો અને કેસેટો ભાડે આપવાનો ધંધો કરે છે. મનજીભાઈની દુકાનમાં ઓપરેટર તરીકે ભોળા નાથાભાઈ પટેલ (રહે.વીરડી,ગારીયાધાર,ભાવનગર) નોકરી કરતો હતો. ભોળાએ સન 1995માં ભાળાએ ડિવી, વિડીયો અને 3 કેસેટો મળી કુલ રૂપિયા 12 હજારની ચીજવસ્તુઓ ભાડે આપવાને બહાને લઈ ગયા બાદ પરત નહીં આપી છેતરપિંડી કરી હતી.

 

 

 

 

જે અંગે વરાછા પોલીસમાં મનજીભાઈએ ફરિયાદ નોધાવી હતી. દરમિયાન ક્રાઈમ બ્રાન્ચના નાસતા-ફરતા સ્કોડના માણસોને મળેલી બાતમીના આધારે ભોળા પટેલને 26 વર્ષ બાદ તેના વતન ભાવનગરના ગીરડીગામ ખાતેથી ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો વરાછા પોલીસને સોપ્યો હતો. વધુમાં ક્રાઈમ બ્રાન્ચે જણાવ્યું હતું કે, આરોપી ભોળા પટેલ ઠગાઈ કર્યા બાદ સુરત શહેર છોડી દીધી હતુ અને વતનના આજુ-બાજુના વિસ્તારોમાં રહી ચારેક વર્ષ સુધી મજુરી કામ કયું હતું. પરંતુ પોલીસે તેને શોધવા આવવા લાગતા તેને ગામ રહેવાનું બંધ કરી દીધુ હતુ અને વીસેક વર્ષથી પોતાનું નામ બદલી ભાવેશગીરી રાખી સાધુ જીવન જીવવા લાગ્યો હતો અને ગુજરાત રાજયાના અલગ-અલગ મંદિરોમાં રહેલા વાગ્યો હતો. તેમજ પોતાના વતન ભાવનગર વીરડીગામે વર્ષમાં એકાદ વખત જતો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application