Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પલસાણાનાં બારાસડી ગામ પાસે અજાણ્યા વાહનની અડફેટે આવતા એક્ટિવા ચાલકનું મોત

  • November 03, 2021 

સુરતના પલસાણા તાલુકાનાં બારાસડી ગામની સીમમાં બારડોલીથી કડોદરા તરફ જતાં માર્ગ ઉપર કોઈ અજાણ્યા વાહન ચાલકે એક એક્ટિવા ચાલકને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. સુત્રો  પસેથિએ મળતી માહિતી અનુસાર, મૂળ રાજસ્થાનના વતની અને હાલ પલસાણાનાં બગુમરા ગામની સીમમાં હલધરું પાટીયા નજીક સિલ્વર પોઈન્ટ સર્વોત્તમ હોટલની બાજુમાં રહેતા અનિલભાઈ રામેશ્વરલાલ ખંડેલવાલ (ઉ.વ.49) જે એક્ટિવા મોપેડ નંબર જીજે/01/જેએક્સ/5789 ઉપર સવાર થઈ બારાસડી ગામની સીમમાં બારડોલી કડોદરા રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા.

 

 

 

 

 

તે સમયે પૂરઝડપે હંકારી આવેલ કોઈ અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી જયારે સર્જાયેલ આ અકસ્માતમાં અનિલભાઈને માથામાં તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નીપજયું હતું. બનાવ અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application