સુરતનાં હજીરા રોડના એક ગામમાં રહેતી 19 વર્ષીય યુવતિ તા.2-4-2019ના રોજ સાંઈ મંદિર પાસે દુધની ડેરી પર દૂધ લેવા જતી હતી. જે દરમિયાન આરોપી બળવંત ઉર્ફે બલ્લો જયંતિ રાઠોડે (ઉ.વ.23) જે ભાઠા પ્રાથમિક શાળા પાસે બાઈક લઈને ચાલ મારી મોટરસાયકલ પર બેસી જા, આપણે કોળી પટેલ સમાજના મસાણે બેસવા જઈએ તેવું જણાવીને યુવતીને પોતાની સાથે લઈ ગયો હતો. ત્યારબાદ મસાણની દિવાલની ઓથે તેની ઇચ્છા વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું હતુ. જે દરમિયાન 22 વર્ષીય સહ આરોપી સમીર ઉર્ફે સોમા નટુભાઈ રાઠોડે યુવતીને દુષ્કર્મ આચરવા નહીં દે તો તારા ઘરે તથા મહોલ્લામાં બધાને વાત કરી દઈશ તેવું જણાવી તેને પણ બળાત્કાર ગુજાર્યો હતો. જેથી ભોગ બનનારે બંને આરોપી યુવકો વિરુધ્ધ ઈચ્છાપોર પોલીસમાં પોતાની મરજી વિરુધ્ધ દુષ્કર્મ આચર્યું હોવા અંગે ફરિયાદ નોંધાવતા આરોપીઓની ધરપકડ કરાઇ હતી.આમ ગતરોજ આ કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સરકારપક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલએ આરોપીઓ વિરુધ્ધનો કેસના સમર્થનમાં મેડીકલ, એફએસએલ તથા સાંયોગિક પુરાવા રજૂ કર્યા હતા. બચાવપક્ષ આ હકીકતનું ખંડન કરવા તથા પોતાની ગુનાઈત માનસિકતા નથી એ પુરવાર કર્યુ નથી. આરોપી બળવંતે કહેવાતા પ્રેમ સંબંધના આડ હેઠળ ભોગ બનનારને પોતની સાથે લઈ જઈને શારીરિક સંબંધ બાંધ્યો છે. જ્યારે સહ આરોપી સમીર ઉર્ફે સોમાએ પણ ડરાવી ધમકાવીને ભોગ બનનારનું શારીરિક શોષણ કર્યું છે. જેને કોર્ટે માન્ય રાખી બંને આરોપીઓને દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application