સુરતનાં કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ સ્ટેશનના આર્મ્સ એક્ટના ગુનામાં છેલ્લા ત્રણેક માસથી નાસતા ફરતા આરોપીને જિલ્લા એલસીબી પોલીસે તાંતીથૈયા ખાતેથી ઝડપી પાડ્યો છે. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ગત તા.22 ફેબ્રુઆરીના રોજ કડોદરા વિસ્તારમાંથી પોલીસે નવલસીંગ (રહે, ક્રિષ્ણાનગર, કડોદરા) નાને હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો. જ્યારે આ ગુનામાં સંડોવાયેલ અનિલ ઉર્ફે મન્ટુને વોન્ટેડ જાહેર કર્યો હતો. અને તે છેલ્લા ત્રણેક માસથી નાસતો ફરતો હતો.
ત્યારબાદ સુરત ગ્રામ્ય એલસીબી પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી મળતા તેઓ તાંતીથૈયા ગામે આવેલ વી.કે.પાર્ક નજીક પહોંચ્યા હતા જ્યાં બાતમી વર્ણન મુજબનો શખ્સ અનિલકુમાર ઉર્ફે મન્ટુસીંગ ગોપાલ શર્મા (રહે.કડોદરા, શાંતિનગર, તા.પલસાણા, હાલ રહે.તાંતીથૈયા, વી.કે.પાર્ક, ચા નાસ્તાની લારી ઉપર) નાને કોર્ડન કરી ઝડપી પાડ્યો હતો અને તેણે ગુનાની કબૂલાત કરતાં તેનો કબ્જો કડોદરા પોલીસને સોંપવામાં આવ્યો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500