Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાઇક અને ટેમ્પા વચ્ચે અકસ્માત સર્જાયો, બાઈક ચાલકનો આબાદ બચાવ

  • October 16, 2021 

સુરતના પલસાણા તાલુકાનાં વરેલી ગામની સીમમાં ગાર્ડન મિલથી વાંકાનેડા જવાના રસ્તા પર પૂરઝડપે આવી રહેલ એક ટેમ્પાના ચાલકે મોટરસાયકલને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જોકે, મોટરસાઈકલ ચાલકનો આબાદ બચાવ થયો હતો. બનાવની વિગત એવી છે કે, પલસાણાનાં વરેલી ગામની સીમમાં આવેલ ગાર્ડન મિલથી વાંકાનેડા જવાના રસ્તે પૂરઝડપે આવતા ટેમ્પા નંબર જીજે/05/એટી/0682ના ચાલકે સામેથી આવતી મોટરસાયકલ નંબર જીજે/05/ઈએચ/4373ના ચાલકને ટક્કર મારતા મોટરસાયકલ ટેમ્પના આગળના વ્હીલમાં આવી ગઈ હતી જ્યારે મોટરસાયકલ ચાલક ફંગોળાઈને નીચે પટકાતા આબાદ બચાવ થયો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application