Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ટેમ્પામાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પોલીસે કાર્યવાહી કરી

  • November 12, 2021 

સુરતનાં કામરેજ ગામની સીમમાં એક પીકઅપ ટેમ્પા માંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ ખાનગી બાતમીનાં આધારે, વાવ ગામની સીમમાં નેશનલ હાઈવે નંબર-48 ઉપર વોચ ગોઠવી હતી.

 

 

 

 

 

તે સમયે એક પીકઅપ ટેમ્પો નંબર એમએચ/04/જીએફ/3227 આવતા જોઈ તેને અટકાવવાની કોશિશ કરી હતી. જોકે ચાલક પીકઅપ ટેમ્પો લઈ ભાગવા લાગ્યો હતો પરંતુ પોલીસે તેનો પીછો કરતાં તે કામરેજ ગામ તરફ હંકારી ગયા બાદ ગોપીનાથ હોટલ નજીક ટેમ્પો મૂકી ચાલક અને ક્લીનર ભાગી છૂટ્યા હતા. પોલીસે સ્થળ પર પહોંચી ટેમ્પામાં તપાસ કરતા વિદેશી દારૂ તેમજ બિયરની કુલ 2088 બોટલ કિંમત રૂપિયા 3.30 લાખનો જથ્થો તેમજ ટેમ્પો મળી કુલ 6.30 લાખનો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application