Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

એટીએમ મશીન તોડી ચોરટાઓ 8.90 લાખની ચોરી કરી ફરાર

  • June 29, 2021 

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વેલાછા ગામે આવેલ સુરત ડિસ્ટ્રીક્ટ બેન્કના એટીએમ મશીનના રૂમમાં પ્રવેશેલા ચોરટાઓ  માત્ર 13 મિનિટમાં જ 8.90 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરીની કારમાં પંચર પડી જતા ચોરટાઓ કાર રોડની સાઈડમાં મૂકી ગામમાં આવ્યા હતા અને સ્થાનિકની ઇકો કાર લઈ ભાગી છૂટ્યા હતા. આ ચોરીની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, માંગરોળ તાલુકાનાં વેલાછા ગામે આવેલ સુરત ડિસ્ટ્રિક્ટ બેન્કના ATMને ચોરટાઓ નિશાન બનાવ્યું હતું. માંગરોળના વેલાછા ગામે મોડી રાત્રે ઇકો કારમાં આવેલા 5 થી 6 અજાણ્યા શખ્સોએ ATM મશીનના રૂમમાં પ્રવેશ કર્યો હતો અને મશીન ગેસ કટર વડે તોડી નાખ્યું હતું અને 8 લાખ 90હજાર રૂપિયા ભરેલી સ્ટ્રે લઈ ભાગી ગયા હતા. માત્ર 13 મિનિટમાં 8.90 લાખની ચોરી કરી ચોરટાઓ કારમાં ભાગી રહ્યા હતા. તે સમયે ઇકો કારમાં પંચર પડ્યું હતું અને ચોરટાઓ કાર રોડની સાઇડમાં મૂકી દીધી હતી અને ફરી ગામમાં આવી એક વ્યક્તિની ઇકો કાર લઈ ભાગી ગયા હતા. આ ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઘટના અંગે પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application