સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા ચાર રસ્તા નજીકથી કડોદરા પોલીસે ચોરીની બાઇક સાથે એક યુવકને ઝડપી પાડ્યો હતો. પોલીસને ઇ-ગુજકોપ એપ્લિકેશનના આધારે ચેક કરતાં આ બાઇક સુરત શહેરના લિંબાયત વિસ્તારમાંથી ચોરી થઈ હોવાનું માલૂમ પડ્યું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લાના કડોદરા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે, કડોદરા ચાર રસ્તા નજીક એક યુવક ચોરીની બાઇક લઈ પસાર થનાર છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. તે સમયે બાતમી મુજબનો યુવક આવતા જોઈ તેને અટકાવ્યો હતો અને બાઇકના જરૂરી કાગળો માંગતા મળી આવ્યા ન હતા. ત્યારબાદ પોલીસે ઇ-હુજકોપ એપ્લીકેશનના આધારે તપાસ કરતાં આ બાઇક સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં રહેતા રાજુભાઇ છોતુંભાઈ પટેલની હોવાનું જાણવા મળ્યું હતું અને બાઇક નંબર જીજે/05/જીક્યૂ/5276 હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ કડોદરા પોલીસે લિંબાયત પોલીસનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ કડોદરા પોલીસે 40 હજારની કિંમતની બાઇક કબ્જે લઈ મોટરસાઈકલ માલિકને તેનો કબ્જો સોંપવાની કામગીરી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application