સુરત જિલ્લા એલસીબી પોલીસે કામરેજ તાલુકાનાં પરબ ગામેથી દેશી હાથ બનાવટની પિસ્તોલ અને જીવતા કારતૂસ સાથે એક યુવાનને ઝડપી પાડ્યો હતો. આ યુવકના માથે દેવું થઈ જતાં પૈસા માંગનારાઓને ડરાવવા ધમકાવવા માટે તે ગેરકાયદેસર રીતે પિસ્તોલ રાખી ફરતો હતો. પોલીસે યુવક પાસેથી લક્ઝરીયસ કાર, દેશી પિસ્તોલ, જીવતા કારતૂસ તેમજ રોકડ રકમ મળી કુલ રૂપિયા 26.21 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આ પિસ્તોલ આપનાર વ્યક્તિને વોન્ડેટ જાહેર કર્યો હતો.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત જિલ્લા એલસીબી પોલીસની ટીમ કડોદરા તેમજ કામરેજ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન મળેલ બાતમીના આધારે, કામરેજ તાલુકાનાં પરબ ગામે પટેલ ફળિયામાં રહેતો ચિરાગ ઉર્ફે ચકો પ્રકાશભાઈ પટેલ (ઉ.વ.37) જે પોતાની પાસે ગેરકાયદેસર રીતે દેશી હાથ બનાવટની પિસ્તોલ રાખી તેની એન્ડેવર કાર નંબર જીજે/05/આરએલ/6832માં ફરી રહ્યો છે. જેથી પોલીસે બાતમી વાળી જગ્યાએ પહોંચી કોર્ડન કરી કારમાં તપાસ કરતાં કારમાંથી દેશી હાથ બનાવટની પિસ્તોલ તથા 12 નંગ જીવતા કારતૂસ સાથે ચિરાગ પટેલને ઝડપી પાડ્યો હતો અને તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે, દેવું વધી ગયું હોવાને કારણે અને લેણદારો પૈસાની ઉઘરાણી કરતાં હોય જેથી તેઓને ડરાવવા-ધમકાવવા માટે તે પિસ્તોલ સાથે રાખતો હતો.
એલસીબી પોલીસે દેશી હાથ બનાવટની પિસ્તોલ, 12 જીવતા કારતૂસ, રોકડ રકમ અને કાર મળી કુલ રૂપિયા 26.21 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જ્યારે આ પિસ્તોલ આપનાર ડેનીશ વલ્લભભાઈ વાછાણી (રહે.નનસાડ ગામ, તા.કામરેજ) નાને વોન્ડેટ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500