સુરત જિલ્લાનાં બારડોલી તાલુકાના ગોજી ગામમાં એક યુવકે અને કડોદમાં મહિલાએ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા પોલીસે બંને ઘટનામાં અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલીમાં અસ્તાન કન્યા વિદ્યાલયની સામે આવેલી સરદાર નગર સોસાયટીમાં રહેતા કૌશિક અનિલ રાઠોડ (ઉ.વર્ષ 32) એ ગોજી ગામનાં માતા ફળીયામાં આવેલ દુકાનની સામેના વૃક્ષની ડાળી સાથે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. યુવકે કયા કારણોસર આત્મહત્યા કરી તે અંગે જાણી શકાયું નથી.
જ્યારે બીજા બનાવામાં કડોદ ગામનાં નવા ફળીયા રહેતી, રતનબેન હસમુખભાઈ રાઠોડ (ઉ.વર્ષ 55) એ પોતાના ઘરમાં એકલા હતા ત્યારે ઘરમાં લગાવેલા પાંખ સાથે ઓઢણી બાંધી ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી અને મહિલાએ કયા કારણોથી ફાંસો ખાધો હતો તે અંગ પણ જાણી શકાયું નથી. આમ, પોલીસે બંને ઘટનામાં અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500