સુરતનાં પલસાણા તાલુકાનાં સોયાણી ગામે આવેલ એક સોસાયટીમાં રહેતી 22 વર્ષીય પરપ્રાંતીય યુવતીએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાનાં સોયાણી ગામે આવેલ રોયલ રેસીડેન્સીના મકાન નં-245માં પરિવાર સાથે રહેતી અને મૂળ બિહારની વતની કાજલકુમારી અમલેશભાઇ સિંહ (ઉ.વ.22) જે નોકરી કરે છે અને ગતરોજ કોઇ અગમ્ય કારણસર પોતાના ઘરના દુકાન વાળા રૂમના સિલીંગ પંખા સાથે સાળી વડે ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application