સુરતનાં પલસાણા તાલુકાનાં વાંકાનેડા ગામે આવેલ સુરુચિમીલમાં કામ કરતા સમયે એક યુવક બીજા માળેથી નીચે પટકાતાં તેને શરીરે ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાનાં ચલથાણ ગામે આવેલ લક્ષ્મીનગરમાં મકાન નંબર-105માં રહેતા અનિલ દ્વારકાપ્રસાદ તિવારી (ઉ.વ.35) જે વાંકાનેડા ગામે આવેલ સુરુચિ મીલમાં કામ કરે છે અને જે બુધવારે મીલમાં કામ કરી રહ્યા હતા. તે સમયે મીલમાં બીજા માળેથી આકસ્મિક રીતે નીચે પટકાયો હતો. જેમાં તેને માથામાં તેમજ મોઢાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application