સુરતથી બીમાર માતાને મળવા આવેલા પુત્રનું કડોદરા ચાર રસ્તા અકસ્માતમાં ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યુ હતું. બનવા અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સુરત અમરોલી તુલસી એપાર્ટમેન્ટ ખાતે રહેતા રાહુલ દિલીપભાઈ વાઘ (ઉ.વ.35) જે કડોદરા હનુમાન ફળિયામાં રહેતી માતા મીરાબેનને બીમાર હોવાથી તેમની ખબર લેવા માટે ગયો હતો ત્યારે રાહુલ ગતરોજ સાંજે પોતાની માતાને મળી સાંજે 7.30 વાગ્યે માતા માટે ફળ લેવા નીકળ્યા હતા. તે દરમિયાન કડોદરા ચાર રસ્તા પાસે સુરત તરફથી આવતી એસ.ટી. બસ નંબર જીજે/18/ઝેડ/5973નાં ચાલકે રાહુલની મોટરસાયકલ નંબર જીજે/19/ક્યુ/8706ને ટક્કર મારતા બાજુમાંથી પસાર થતી એક ટ્રક નંબર એમએચ/18/એએ/9306ની સાથે ભટકાતા રાહુલ નીચે પટકાતાં ટ્રકનું તોતિંગ વ્હીલ ફરી વળ્યું હતું અને ગંભીર ઇજા થતાં રાહુલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે પોલીસે એસ.ટી.બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application