Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બંધ પડેલ ટ્રકને પાછળથી ટેન્કરે ટક્કર મારી અકસ્માત સર્જાતા એક યુવકનું મોત

  • October 05, 2021 

સુરતના પલસાણા તાલુકાના કડોદરા ખાતે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર-48 પર આવેલ સીએનજી કટ નજીક એક બંધ પડેલી ટ્રકની પાછળથી ટેન્કરે ટક્કર મારતા સર્જાયેલા અકસ્માતમાં ટ્રકની આગળ ઉભા રહેલ એક યુવક અડફેટમાં આવી જતાં તેનું મોત થયું હતું. 
 

 

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ગતરોજ રાત્રીના 11 વાગ્યાના અરસામાં વાંસદાથી અનાજ ભરીને ગાંધીધામ ખાતે જતી ટ્રક કડોદરા સીએનજી પંપ પાસે અચાનક બંધ પડી ગઈ હતી. જેથી ટ્રકનો ચાલક સંદીપભાઈ કમલાભાઈ પ્રસાદ (ઉ.વ.27) ટ્રકની આગળ ઊભો હતો. તે સમય દરમિયાન પાછળથી પૂરઝડપે આવતી એક ટેન્કર નંબર એમએચ/04/જેકે/6499નાં ચાલકે ટ્રકને પાછળથી ટક્કર મારતા ટ્રક આગળ ધકેલાય ગઈ હતી જેથી ટ્રકની આગળ ઉભા રહેલ સંદીપભાઈ ટ્રકની અડફેટમાં આવી જતાં તેમને માથાના તેમજ શરીરના અન્ય ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું હતું. બનાવ અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application