સુરતનાં પલસાણા તાલુકાનાં કડોદરા નગરમાં આવેલ બ્લોઝમ પાર્ક-2માં ફ્લેટ નંબર-102/103માં રહેતા અતુલભાઈ મહેન્દ્રભાઈ કૌશિક (ઉ.વ.31) જે શનિવારના રોજ રાતીના 8 વાગ્યાના સમયે બાઈક નંબર જીજે/05/ડીજી/6389 લઈ પોતાના ઘરે આવી રહ્યા હતા. જે દરમિયાન કડોદરા ચાર રસ્તા પર હનુમાજી મંદિર તરફ જતા રસ્તા આગળ કડોદરા-બારડોલી રોડ પર અતુલની બાઈકને અજાણ્યા આઇસર ટેમ્પોના ચાલકે અડફેટે લેતા તેને માથામાં તેમજ છાંતીના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી. જેથી તેને 108ની મદદથી સુરતની સ્મિમેરમાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોકટરે અતુલને મૃત જાહેર કર્યો હતો. બનવા અંગે અતુલના મોટાભાઈ વિકાસ કૌશિકે કડોદરા પોલીસ મથકમાં અજાણ્યા આઇસર ચાલક વિરુદ્ધ ફરિયાદ આપી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application