સુરતના પલસાણા તાલુકાના વરેલી ગામની સીમમાં એક ટ્રાન્સપોર્ટના ગોડાઉન પાછળ આવેલ ખુલ્લી જગ્યામાં એક ઈસમ દ્વારા ટવેરા કારમાં બેરલ ભરી છુટક બાયો ડિઝલનું વેચાણ કરતો હોવાની બાતમી કડોદરા પોલીસને મળતા પોલીસ દ્વારા તેને ઝડપી પાડી કાર અને 400 લિટર બાયો ડિઝલ થઈ કુલ રૂપિયા 1.58 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કડોદરા જી.આઇ.ડી.સી. પોલીસ સ્ટાફના માણસને મળેલ બતમીએન આધારે, વરેલી ગામની સીમમાં આવેલ માતા ટ્રાન્સપોર્ટની પાછળ ખુલ્લી જગ્યામાં એક ગોલ્ડન કલરની ટ્રાવેરા કાર નંબર જીજે/05/સીએમ/7668માં એક ઈસમ ગેરકાયદેસર રીતે વગર બિલનું જ્વલનશીલ પ્રવાહી ડિઝલના 2 પ્લાસ્ટિકના ભૂરા રંગના 200 લિટરની ક્ષમતા ધરાવતા ડ્રમ ભરી આવતા જતા વાહન ચાલકોને પોતાના આર્થિક ફાયદા માટે સસ્તા ભાવે છુટક વેચાણ કરે છે. પોલીસ દ્વારા બાતમી અનુસાર સ્થળ પર રેડ કરતા ત્યાં બાતમી મુજબનું વાહન જોવા મળતા પોલીસ દ્વારા તેની ચકાસણી કરતા તે વાહનમાં 200 લિટરના 2 ડ્રમ મળી કુલ 400 લિટર ડિઝલ જેની કિંમત રૂપિયા 38,800/- મળી આવ્યુ હતુ. પોલીસ દ્વારા તે આરોપીને તેનું નામ પૂછતા તેને પોતાનું નામ કમલેશ નંદલાલભાઈ સિંધી (ઉ.વ.28, રહે.પંચદેવ સોસાયટી, ડિંડોલી) જણાવ્યુ હતુ. પોલીસ દ્વારા ડિઝલ અને ટવેરા કાર જેની કિંમત રૂપિયા 1.20 લાખ મળી કુલ રૂપિયા 1,58,800/-નો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500