Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

છત પર બેસી ફોન પર વાત કરી રહેલ યુવક નીચે પટકાતા મોત

  • June 18, 2021 

સુરત જિલ્લાના પલસાણા તાલુકાનાં બગુમરા ગામની હદમાં આવેલ પારેખ ઈન્ડસ્ટ્રીઝ-3 ખાતા નંબર-117-118માં કારખાનાની છતની પારા પેટ ઉપર બેસી ફોન પર વાત કરી રહેલ યુવક નીચે પટકાતાં તેનું સારવાર દરમ્યાન મોત નીપજયું હતું.

 

 

 

 

સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાનાં બગુમરા ગામની હદમાં આવેલ પારેખ ઈન્ડસ્ટ્રીઝ-3 ખાતા નંબર-117,118માં કારખાનામાં કામ કરતો અને ત્યાં જ રહેતો યુવક સુકેશ શ્રી ચંદ્રપાલ (ઉ.વ.24) જે કારખાનાની છતની પારા પેટ ઉપર બેસી ફોન ઉપર વાત કરતો હતો. તે દરમિયાન અચાનક સંતુલન ખોળવાઇ જતા તે નીચે પટકાતા તેને શરીરે અને ગળાના પાછળના ભાગે ગરદને ઇજા થતા સારવાર માટે નવી સીવિલ સુરત ખાતે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. આ બનાવ અંગે પલસાણા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application