સુરત શહેરના અલગ-અલગ વિસ્તારમાં થયેલી એક ડઝન જેટલી ઘરફોડ ચોરીના નાસતા ફરતા કુખ્યાત ચડ્ડી બનીયાનધારી ગેંગનો સાગરીતને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, સર્વલન્સ સ્ટાફના માણસો રાજ્ય બહારના નાસતા ફરતા આરોપીઓ પકવા માટે વર્કઆઉટમાં હતા. તે વખતે એવી બાતમી મળી હતી કે, શહેરના સરથાણા સહિત અલગ-અલગ પોલીસ મથકના ધરફોડી ચોરીમાં નાસતા ફરતા કુખ્યાત ચડ્ડી બનીયાનધારી ગેંગના સચીન બલરામ ઉર્ફે બલ્લા કનૈયાલાલ પારડી/ભીલ (ઉ.વ.21) તેના વતન મધ્યપ્રદેશના રતલામ જિલ્લાનાં સાલાખડે ચોકી વિસ્તારમાં આવેલ બંજરંગનગર ખાતે છે. જે બાતમીને વર્કઆઉટ કરી તપાસ માટે એક ટીમ રવાના કરી હતી. જે ટીમે બાતમીવાળી જગ્યાએ વોચ ગોઠવી સચીન ભીલને ઝડપી પાડી સુરત લાવી હતી. સચીન ભીલ સરથાણા, જહાંગીરપુરા, કતારગામ, કાપોદ્રા, ઉમરા, ખટોદરા, સીંગણપોર અને અમરોલીના બાર જેટલા ગુનામાં વોન્ટેડ હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500