Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા મોટરસાયકલ રેલિંગ સાથે અથડાતાં એક યુવકનું મોત, બે ઘાયલ

  • October 04, 2021 

સુરતના મહુવા તાલુકાના વેલણપુરથી કાંકરિયા તરફ જતા માર્ગમાં વેલણપુર ગામની સીમમાં મોટરસાયકલ રેલિંગ સાથે અથડાતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં મોટરસાયકલ સવાર એક યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું જયારે અન્ય બે યુવકોને ઇજા થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

 

 

 

 

 

બનાવની વિગત એવી છે કે, મહુવાના કાંકરિયા ગામે રહેતો આકાશ નીતિનભાઈ પટેલ (ઉ.વ.24) જે પોતાના મિત્રો જૈનિષ અને સાહિલ સાથે ગત તા.02જી ઓક્ટોબરના રોજ વેલણપુરથી કાંકરિયા તરફ જતા માર્ગ પર આવેલ વેલણપુર નહેર પર નાસ્તો કરવા મોટરસાયકલ નંબર જીજે/19/એક્યુ/1595 ઉપર જતાં હતા. તે દરમિયાન સોનાઇમોરા ખાતે મોટરસાયકલના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા મોટરસાયકલ રસ્તાની બાજુમાં આવેલ રેલિંગ સાથે ધડાકા ભેર અથડાતાં ગંભીર અકસ્માત સર્જાતા આ અકસ્માતમાં કાંકરિયા ગામે રહેતો આકાશ પટેલને ગળાના ભાગે ગંભીર ઇજા થતા તેમનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું જ્યારે મોટરસાયકલ સવાર અન્ય બે યુવાનોને ઇજા થતા ટાંકલ પીએચસી ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application