Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કડોદરા નજીક બાઇક સ્લીપ થઈ જતાં એક યુવકનું મોત

  • June 18, 2021 

સુરત જિલ્લાનાં પલસાણા તાલુકાનાં કડોદરા ખાતે પટેલ પાર્ક કનુભાઈની બિલ્ડીંગમાં રહેતા પપ્પુભાઈ કિશોરસિંગ સિંગ (ઉ.વ.28) જે પલસાણા ખાતે આવેલ કાલાઘોડા વેન્ટેનસર મીલમાં પેન્ડિંગ ખાતામાં મજૂરી કામ કરી ગુજરાન ચલાવે છે અને તેમનો મિત્ર જીતેન્દરસિંગ લખનસિંગ પણ ઉપરોક્ત મીલમાં મજૂરી કામ કરે છે.

 

 

 

 

આ બંને યુવકો સવારના સમયે જીતેન્દરસિંગની સીબીઝેડ મોટરસાઈકલ નંબર જીજે/05/બીજે/2009 ઉપર સવાર થઈ મીલમાં કામે ગયા હતા અને મીલમાંથી છૂટ્યા બાદ રાત્રિના સમયે બંને યુવકો બાઇક ઉપર કડોદરા ખાતે આવવા નીકળ્યા હતા અને થોડીવારમાં વરેલી ખાતે પહોંચી જીતેન્દ્રસિંગ તેના માણસને પગારના પૈસા આપવાના હોય તેને ફોન કરી તેની રાહ જોતાં હતા. જોકે, માણસ પૈસા લેવા ન આવતા તેઓ પરત મોટરસાઇકલ ઉપર સવાર થઈ ઘરે જઇ રહ્યા હતા. ત્યારે કડોદરા ગામની સીમમાં સુરતથી બારડોલી તરફ જતાં સર્વિસ રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. તે સમયે જીતેન્દરએ બાઇક પૂરઝડપે હંકારતા બાઇક સ્લીપ થઈ ગઈ હતી.

 

 

 

 

આ અકસ્માતમાં બંને યુવકોને ઇજા પહોંચતા સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં જીતેન્દરસિંગનું મોત નીપજયું હતું. બનાવ અંગે કડોદરા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application