સુરત શહેરનાં ઇચ્છાપોરમાં લોખંડની કંપનીમાં સાંજે આશરે 10 ફૂટની ઊંચાઈએથી 800 કીલોગ્રામ વજનનો લોખંડનો બીમ એક કામદાર પર પડતા નીચે દબાઈ ગયો હતો. જેમાં તેને ગંભીર ઇજા થતા મોતને ભેટયો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મૂળ બિહારના ગોપાલગંજનો વતની અને હાલમાં ઇચ્છાપોરમાં સાયણ ટેક્સટાઇલ પાર્ક પાસે આર.એમ.એસ ઇન્ડસ્ટ્રીઝમાં રહેતો અને ત્યાં કામ કરતો સાબિરઅલી મોહમ્મદ મિયા જેઓ બુધવારના રોજ સાંજે લોખંડની કંપનીમાં કામ કરતો હતો.તે સમયે અચાનક આશરે 10 ફુટ ઉપરથી તેના ઉપર 800 કિલો ગ્રામં વજનનો લોખંડનો બીમ પડયો હતો. જયારે બીમની નીચે દબાઈ જતા તેને ગુપ્તાંગ, માથા, બંને પગ તેમજ શરીરના ભાગે ગંભીર ઈજા થઇ હતી અને ક્રેન દ્વારા તેને બીમ નીચેથી બહાર કાઢવામાં આવ્યો હતો. ત્યારબાદમાં તેને અડાજણની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજ્યું હતું. બનાવ અંગે ઇચ્છાપોર પોલીસે તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application