સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં પીપોદરા ગામની હદમાં આવેલ એક ખેતરમાં શાકભાજી તોડવાની મજૂરી કામે ગયેલ મહિલાને ઝેરી સાપે પગમાં ડંખ મારતા તેનું મોત નીપજયું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, ઓલપાડ તાલુકાનાં કન્યાશી ગામે ખાડી ફળિયામાં રહેતા ગીતાબેન નરોત્તમભાઇ રાઠોડ (ઉ.વ.50) કે જેઓ સવારના 10:30 વાગ્યાના અરસામાં પીપોદરા ગામની હદમાં આવેલ રમેશભાઇ મોતીભાઇના ખેતરમાં શાકભાજી (ચોળી) વીણી રહ્યા હતા. તે સમયે ડાબા પગે ઝેરી સાપે ડંખ મારતા તેમને સારવાર માટે કીમ ગામે આવેલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ ઉપરના ડોકટર સાહેબે તપાસી મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે કોસંબા પોલીસે આકસ્મિક મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application