સુરત જિલ્લાનાં કામરેજ તાલુકાનાં ચોર્યાસી ગામ નજીક અમદાવાદથી મુંબઈ જતાં નેશનલ હાઇવે નંબર-48 પર રોડ ક્રોસ કરી રહેલી મહિલાનું અજાણ્યા વાહનની અડફેટે મોત નીપજયું હતું.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, કામરેજ તાલુકાનાં વાવ ગામે SRP ગૃપની બાજુમાં આવેલ રામકિશન કોલોનીમાં રહેતી રીનાબેન સોમાભાઈ રાઠોડ (ઉ.વર્ષ 46) ચાની લારી પર મજૂરી કામ કરતી હતી. રીનાબેન બુધવારે બપોરે 1 વાગ્યાના અરસામાં ચોર્યાસી ટોલનાકા પાસે આવેલી ચાની લારી પર જવા માટે અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર-48 ક્રોસ કરી રહી હતી. તે સમયે અજાણ્યા વાહને ચાલકે તેને અડફેટમાં લેતા ગંભીર ઇજાઓ થતા સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોકટરે રીનાને મૃત જાહેર કરી હતી. આ બનાવ અંગે મહિલાનો પુત્ર શૈલેષ રાઠોડે કામરેજ પોલીસ મથકમાં અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application