સુરત જિલ્લાનાં ઓલપાડા તાલુકાનાં એરથાણ ગામે મોડીરાત્રે એક મકાન ધરાશાયી થતા પરિવારના છ સભ્ય કાટમાળ નીચે દબાયા હતા જેમાંથી બે વર્ષની માસુમ બાળકીનું ઘટના સ્થળે કરૂણ મોત નિપજ્યું હતું. જયારે ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. મકાનની દીવાલ ધરાશાયી થતા બાજુમાં આવેલા બે આવાસને પણ અસર થતા તેઓ પણ તુટી પડ્યા હોવાનું કહેવાય છે. ઘટનાની જાણ થતા અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.
મળતી વિગત મુજબ, ઓલપાડ તાલુકાના એરથાણ ગામ હળપતિ નિવાસમાં આવેલ એક મકાન ગતરોજ રાત્રે એકાએક ધરાશાયી થતા પરિવારના છ સભ્યો કાટમાળ નીચે દબાઈ ગયા હતા. મકાન ધરાશાયી થવાનો તેમજ પરિવારના સભ્યોનો અવાજ સાંભળી આજુબાજુના લોકો તોડી આવ્યા હતા અને કાટમાળ નીચે દબાયેલા લોકોને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. તે દરમ્યાન ફાયર વિભાગના લાશ્કરો પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને કાટમાળ નીચે દબાયેલા પરેશભાઈ રાઠોડ, સુનીતાબેન રાઠોડ, ગમપતભાઈ, કમુબેનસ પવન, પાયલને બહાર કાટી ઈમરજન્સી ૧૦૮માં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ત્યાં સારવાર દરમ્યાન બે વર્ષની માસુમ બાળકીનું મોત નિપજ્યું હતું
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500