સુરતના કુંભારીયા ગામથી સણીયા હેમાદ ગામ જવાના રોડ પાસેથી ક્રાઈમ બ્રાન્ચે ગતરોજ વહેલી સવારે રાજસ્થાનથી કોટન ટુવાલન માલની આડમાં ટ્રાન્સપોર્ટ મારફતે શહેરમાં ઘુસાડવામાં આવતો ઈંગ્લીશ દારૂ ભરેલ ટ્રેક ઝડપી પાડી રૂપિયા ૨.૮૨ લાખનો દારૂ, કોટન ટુવાલનો માલ, ટ્રક અને મોબાઈલ મળી કુલ રૂપિયા ૫૩.૪૮ લાખના મુદ્દામાલ સાથે બે ઈસમોની ધરપકડ કરી હતી અને એકને વોન્ટેડ જાહેર કર્યો હતો. જયારે પીસીબીએ વરાછા ત્રીકમનગર પાસેથી દારૂ અને રોકડ રકમ મળી કુલ રૂપિયા ૧ લાખના મતા સાથે એકની ધરપકડ કરી હતી.
ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા મુજબ, પીઆઈ એલ.ડી.વાગડીયાએ બાતમીના આધારે ગઈકાલે સવારે સાડા સાતેક વાગ્યે સારોલી રોડ શ્યામ સંગીની માર્કેટ-૨ની પાછળના ભાગે કુંભારીયા ગામથી સણીયા હેમાદ ગામ તરફ જવાના રોડ ઉપર ખાડી બ્રીજ પાસેથી ઈંગ્લીશ દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડી હતી. ક્રાઈમ બ્રાન્ચે ટ્રક ચાલકત સાયરલાલ સુરજલાલ મીણા (ઉ.વ.૪૧, રહે.ગોડદાગામ સાવર,અજમેર ) અને રઘુવીરસીંગ રામસીગ રાવત (ઉ.વ.૩૦, રહે.પાલડીગામ તોડગઢ,અજમેર)ના ઓને ઝડપી પાડી અલગ-અલગ બ્રાન્ડની રમ અને વ્હીસ્કીની બોટલ નંગ ૨૧૦૦ જેની કિંમત રૂપિયા ૨,૮૨,૦૦૦/- હતી અને ટ્રક તેમજ બે મોબાઈલ તથા જુદા-જુદા કોટન ટુવાલના પુઠાના બોક્ષ ૫૫૧ જેની કિંમત રૂપિયા ૩૧,૫૫,૬૧૯/- મળી કુલ રૂપિયા ૫૩,૪૮,૧૧૯/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પોલીસની પ્રાથમિક પુછપરછમાં આ દારૂનો જથ્થો કોટન ટુવાલના માલની આડમાં શહેરમાં ઘુસાડવામાં આવતો હતો અને ઓમપ્રકાશ રાવત (રહે.જસાખેડા ભીમ રાજસમંદ,રાજસ્થાન)નાને વોન્ટેડ જાહેર કર્યો હતો.
જયારે બીજા બનાવમાં વરાછા પોલીસના જણાવ્યા મુજબ, પીસીબીના માણસોએ ગતરોજ રાત્રે નવેક વાગ્યે વરાછા ત્રીકમનગર રાધાક્રિષ્ણા મંદિર પાસે શ્રીજી સોસાયટીમાં રહેતા મયુર અમ્રતલાલ તન્ના (ઉ.વ.૩૩) ને ઘર પાસેથી એક્ટીવ ગાડીમાં હારૂની હેરાફેરી કરતા ઝડપી પાડ્યા બાદ તેના ઘરમાં તપાસ કરી અલગ-અલગ બ્રાન્ડની વ્હીસ્કી અને બીયરના ટીન કુલ નંગ-૧૭૭ જેની કિંમત રૂપિયા ૩૧,૬૮૦/- અને રોકડા ૫૦,૯૫૦/- મોબાઈલ મળી કુલ રૂપિયા ૧,૦૭,૬૩૦/-નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને પ્રાથમિક પુછપરછમાં પકડાયેલ આરોપી મયુર તેના ભાઈ સમીર અમ્રતલાલ સાથે મળી શૈલેષ ઉર્ફે બાલા હિરજી ઉર્ફે વિરજી રાંદડીયા પાસેથી દારીનો જથ્થો લાવી પોતાના ઘરમાં સંગ્રહ કરી વેચાણ કરતા હોવાની કબુલાત કરતા બંને જણાને વોન્ટેડ જાહેર કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500