કોરોના સંક્રમણ કાળ દરમિયાન સૌથી અગત્યની કોઈએ સેવા કરી હોય તો તે ડોક્ટરોની હતી અને સૌથી વધારે કોઈ બાબતની જરૂરિયાત પડી હોય તો તે ઓક્સિજન હતી. જેથી કોરોનાકાળમાં પોતાનો જીવ ગુમાવનાર ડોક્ટરો વૃક્ષ સ્વરૂપે હંમેશાં યાદમાં બની રહે એ માટે ભેસાણ લેક ગાર્ડનમાં વૃક્ષારોપણ કરાયું છે. IMA સુરત અને FPA સુરત તથા શહેરની અન્ય એન.જી.ઓ દ્વારા સાથે મળીને આ કાર્ય કર્યું છે. જ્યાં 30 થી વધુ જાતોના દેશી વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું.
વાવવામાં આવેલ આ વૃક્ષો સાથે નામ પ્લેટ પર ડોક્ટરોનું નામ પણ મેન્શન કરાયું છે. જેથી આવનાર દરેક વ્યક્તિ ડોક્ટરોના ઉમદા કાર્યને નામ સાથે આજીવન યાદ રાખી શકે. શહેરના કેટલાક ડોક્ટરો તથા ભેંસાણ ગામના યુવકોએ ગ્રુપ બનાવી વાવવામાં આવેલ આ વૃક્ષોનું જતન કરી ઉછેરની જવાબદારી પણ જવાબદારી લીધી છે. જેમાં સુરત મહાનગરપાલિકા દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો હતો અને શહેરના પર્યાવરણ પ્રેમી નાગરિકોએ પણ ભાગ લીધો હતો.
ઈન્ડિયન મેડિકલ એસોસીએશનના પૂર્વ પ્રમુખ ડો. ચંદ્રેશ જરદોશે કહ્યું કે, ફ્રન્ટલાઈન વોરિયર્સ તરીકે ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ દ્વારા જે કામ કરવામાં આવ્યું છે તે ખરેખર કાબિલેદાદ છે. અમારા કેટલાય મેડિકલ જગતના સ્વજનોને ગુમાવ્યાનું દુઃખ છે. અમે જે વૃક્ષો વાવ્યા છે તે અમારા સ્વજનોની યાદ કરાવતા રહેશે. પર્યાવરણની જાળવણી એ જ આપણો મુખ્ય ધ્યેય હોવો જોઈએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500