Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કડોદરામાં કારથી દુર ઉભા રહેવાનું કહેતા યુવકે કાર માલિક ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો

  • December 24, 2021 

સુરતનાં કડોદરા ખાતે આવેલ ભગુનગર સોસાયટીમાં રહેતા યુવકની કાર નજીક બાજુની સોસાયટીમાં રહેતો યુવક ઊભો હોય તેને દૂર ખસવા જણાવતા યુવકે કાર માલિક ઉપર ચપ્પુ વડે હુમલો કરી ઇજા પહોંચાડી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણાનાં કડોદરા ખાતે ભગુનગર સોસાયટીમાં રહેતો સોનું વાલ્મીકિ ઠાકુર (ઉ.વ.34) જેઓ વેપાર કરી ગુજરાન ચલાવે છે.જોકે, બુધવારનાં રોજ રાત્રિના સમયે તેણે પોતાની કાર ઘર નજીક પાર્ક કરી હતી ત્યારે બાજુમાં આવેલ તિરુપતિ સોસાયટીમાં રહેતો નયન સંતોષ પાટીલ કારને અડીને ઊભો હોય જેથી સોનુંએ તેને ગાડીથી દૂર ઊભા રહેવા જણાવ્યુ હતું. જેથી નયન એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ચપ્પુ વડે સોનુ ઉપર હુમલો કર્યો હતો. સોનુને પેટના તથા માથાના ભાગે ઇજા પહોંચી હતી. બૂમાબૂમ થતાં નયન ત્યાંથી ભાગવા લાગ્યો હતો અને સોનુને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. ઇજાગ્રસ્ત સોનુને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે સોનુએ કડોદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application