સુરત જીલ્લાના પલસાણા તાલુકાનાં કડોદરા જી.આઈ.ડી.સી. પોલિસને બાતમીના આધારે એક મકાનમાં મુકેલી 500થી વધુ વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી પોલિસે ઘટના સ્થળેથી એક મહિલા તેમજ પુરૂષની અટકાયત કરી હતી 5 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા હતા.
સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કડોદરા જી.આઈ.ડી.સી પોલીસ મથકના પી.આઈ.ને ખાનગી રાહે મળેલી બાતમીના આધારે, કડોદરા કૃષણા નગરમાં આવેલ હનુમંત પેલેસના ભોંય તળિયે આવેલ 101 નંબરના મકાનમાં રેડ કરતા મકાન માંથી વિદેશીદારૂ તેમજ બિયરની 500થી વધુ પેટીમાં મળી આવી હતી જેમાં કુલ 22,536 બોટલ મળી આવી હતી.
પોલીસે આ ગુન્હામાં રવિ રઘુનાથ ખટિક (રહે.કડોદરા) તેમજ કાંન્તાબેન અશોકભાઈ કલાલ (રહે.101હનુમંત પેલેસ, કડોદરા) નાઓની અટક કરી અન્ય 5 ઇસમોને વોન્ટેડ જાહેર કરી તમામ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો દાખલ કરી રૂપિયા 24,16,800/- લાખનો વિદેશી દારૂ, 3 નંગ મોબાઇલ, રોકડ રૂપિયા 52 હજાર તથા 2 વાહનો મળી કુલ રૂપિયા 28,38,900/-નો મુદ્દમાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી હતી
વોન્ટેડ 5 ઈસમોના નામ
- અશોકભાઈ મીશ્રીલાલ કલાલ,
- પૃથ્વી હીરાલાલ કલાક,
- નારાયણ હીરાલાલ કલાલ,
- પ્રકાશ શાલવી,
- સંપત કલાલ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500