Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બંધ દુકાનમાં છુપાવવામાં આવેલ દારૂનો જથ્થો પોલીસ રેડમાં પકડાયો

  • May 26, 2022 

પલસાણા તાલુકાનાં જોળવા ગામે સત્યમ કોમ્પ્લેક્ષમાં એક બંધ દુકાનમાં છુપાવવામાં આવેલ 33 હજારથી વધુનો વિદેશી દારૂનો જથ્થો સુરત એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, એલસીબી પોલીસ સ્ટાફનાં માણસો અલગ અલગ ટીમો બનાવી પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન ખાનગી રાહે બાતમી મળતા તેમણે પલસાણા તાલુકાનાં જોળવા ગામે મોરારી એસ્ટેટ એરીયા સત્યમ કોમ્પ્લેક્ષમાં ગ્રાઉંન્ડ ફ્લોરમાં બંધ પડેલ દુકાનમાં રેડ કરી હતી.




જોકે આ રેડમાં બંધ દુકાનમાંથી પોલીસે રૂપિયા 33,100/-કિંમતની 191 બોટલ ઝડપી પાડી હતી. આ વિદેશી દારૂનો જથ્થો લિસ્ટેડ બુટલેગર કાલુસિંગ દિલીપસિંગ રાજપૂત (રહે.મોરારી એસ્ટેટ સત્યમ એપાર્ટમેંટ મ.નં-105 જોળવા,જી.આઈ.ડી.સી) નાઓએ મંગાવ્યો હતો. પોલીસે તેને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application