Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

કાછલ કોલેજમાં સ્વચ્છતા જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજાયો

  • October 08, 2021 

સુરતના મહુવા તાલુકાનાં કાછલ કોલેજના સંયુક્ત ઉપક્રમે સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ કાછલ ખાતે સ્વચ્છતા જાગૃતિ અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે  કોલેજ કેમ્પસ તેમજ કોલેજ બસ સ્ટેશનની આજુબાજુ તેમજ રોડની સાઈડમાં પડેલ પ્લાસ્ટિકનો કચરો પોલીથીનની બેગમાં ભેગો કરી ખાડો ખોદી દાટી દેવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગામના સરપંચ દ્વારા હાજર રહેલા એનએસએસના વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગેનો સંદેશો આપવામાં આવ્યો હતો અને પ્લાસ્ટિક મુકત ભારત અભિયાનની શરૂઆત પોતાના ઘરથી કરવાની અપીલ કરી હતી જેને આગળ જતાં પોતાના ફળિયામાં અને ગામમાં સફળ રીતે લાગુ કરવાના અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું હતું.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application