સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં ખોજ ગામે રહેતા વૃદ્ધ વેવાઈએ વાપરવા આપેલ બાઇક લઈ પારડી ગામની સીમમાં આવેલ એક ખેતરમાં મજૂરી કામે ગયા હતા. જોકે કોઈ અજાણ્યા તસ્કરો બાઇકની ચોરી કરી જતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બારડોલી તાલુકાના ખોજ ગામે ચૌધરી ફળિયામાં રહેતા દિનેશભાઇ દશરાભાઈ ચૌધરી (ઉ.વ.65) કે જેઓ મજૂરી કામ કરી પોતાનું તથા પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના વેવાઈ દશરથભાઈ છોટુભાઈ ચૌધરીએ છેલ્લા પંદર વર્ષથી દિનેશભાઇ ચૌધરીને સ્પ્લેન્ડર મોટરસાઈકલ નંબર જીજે/19/એકે/1184 વાપરવા માટે આપી હતી. જોકે તેઓ ગત તા.10 ઓગસ્ટના રોજ બાઇક લઈ પારડી ખાતે રહેતા દલુભાઈ પટેલના ખેતરમાં મજૂરી કામ કરવા ગયા હતા અને તે સમયે તેમને બાઇક ખેતરના શેઢા નજીક પાર્ક કરી હતી. પરંતુ કોઈ અજાણ્યા તસ્કરો આ બાઇકની ચોરી કરી ગયા હતા. કામેથી પરત ઘરે જતી વેળાએ બાઇક નજરે નહીં પડતાં તેની શોધખોળ શરૂ કરી હતી. પરંતુ બાઈક ન મળતા આખરે દિનેશભાઇએ બારડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application