Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાયણમાં દુકાનનું તાળું તોડી 6.30 લાખના વસાણની ચોરી થતાં પોલીસ ફરિયાદ

  • June 25, 2021 

સાયણ ખાતે આવેલ દ્વારકાધીશ સોસાયટીમાં આવેલ મકાન નંબર-61માં રહેતા ડાહ્યાભાઈ ત્રિવેદીની સુરત-ગોથણ રોડ ઉપર આવેલી માલીબા આર્કેડની દુકાન નંબર-73નાં શટરનો તાળું તોડી અંદર પ્રવેશી દુકાનમાં મુકવામાં આવેલા નાના-મોટા 22 નંગ પિત્તળનાં તપેલાઓની ચોરીની ઘટના ઓલપાડ પોલીસ મથકે નોંધાઈ હતી.

 

 

જયારે બીજી ઘટનામાં રસોઈના વ્યવસાઈ સાથે સંકળાયેલા પ્રતિક ત્રિવેદીની દુકાનમાં પીકઅપ વાન લાવી જેમાં પાંચ અજાણ્યા ઈસમો શટરનો તાળું તોડી દુકાનમાં પ્રવેશ્યા હતા અને લોકોની નહીવત હાજરીનો લાભ લઈ ચોરીની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા. બનાવ અંગે ઓલપાડ પોલીસે પાંચ અજાણ્યા ઈસમો વિરુદ્ધ પણ  ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.     


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application