સુરત જિલ્લાના પલસાણા તાલુકાના બલેશ્વર ગામમાં આવેલ એક સોસાયટીમાં રહેતી સગીરાને એક યુવક લગ્નની લાલચ આપી અપહરણ કરી લઇ નાસી જતાં પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, પલસાણા તાલુકાના બલેશ્વર ગામે બિલાલ નગરમાં રહેતો સંતોષ દિનેશભાઈ નામનો યુવક માતા સાથે રહેતી 14 વર્ષીય સગીરાને લગ્નની લાલચ આપી પટાવી ફોસલાવી કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ નાસી ગયો હતો. આ ઘટનાની જાણ થતાં જ સગીરાની માતાએ આ મામલે પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application