સુરતના કાપોદ્રા વિસ્તારમાં હિરાનું કારખાનું ધરાવતા એક કારખાનેદાર પાસેથી એક દલાલ રૂપિયા 10.28 લાખના હિરા વેચાણ અર્થે લઇ ગયા બાદ પરત ન આપ્યા હોવાની ફરીયાદ પોલીસ મથકમાં નોધાઇ હતી.
સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, મોટા વરાછા વિકટોરીયા પેલેસમાં રહેતા મુકેશભાઇ બચુભાઇ કુવાડીયા કાપોદ્રા ગાયત્રી નગરમાં હિરાનું કારખાનું ધરાવે છે. તા.૯મી ઓકટોબરના રોજ કતારગામ આંબા તલાવડી સ્થિત જીલ પાર્ક સોસાયટીમાં રહેતા સંદીપ કિસ્મત ભાટીયા નામના દલાલે મુકેશભાઇનો સંપર્ક કરી હિરા દલાલી ઉપર હિરા ખરીદવાની વાત કરી હતી. સમયસર પૈસા ચુકવી દેવાનો વિશ્વાસ અપાવ્યો હતો. મુકેશભાઇએ સંદીપ પર વિશ્વાસ મુકી તેને રૂપિયા 10.28 લાખના હિરા વેચાણ અર્થે આપ્યા હતા. પરંતુ સંદીપે વાયદા પ્રમાણે હિરાના પૈસા આપ્યા હતા. જેથી મુકેશભાઇએ પૈસા અથવા હિરાની ઉઘરાણી કરતા સંદીપે અવાર નવાર ખોટા વાયદાઓ કરી મોબાઇલ ફોન બંધ કરી ભાગી છુટયો હતો. બનાવ અંગે મુકેશભાઇએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરીયાદ નોધાવી હતી. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application